દારૂ/દ્રાક્ષનો દારૂ પીવા વિશે બાઈબલ શું કહે છે?

પ્રશ્ન દારૂ/દ્રાક્ષનો દારૂ પીવા વિશે બાઈબલ શું કહે છે? જવાબ પવિત્રશાસ્ત્ર દારૂ પીવા વિશે ઘણું બધું કહે છે (લેવીય-10:9, ગણના-6:3, પુનર્નિયમ-29:6, ન્યાયીઓ-13:4, 7, 14, નીતિવચનો-20:1, 31:4, યશાયા-5:11, 22, 24:9,28:7, 29:9, 56:12). તેમ છતાં, પવિત્રશાસ્ત્ર સામાન્ય રીતે ખ્રિસ્તીને બીયર, દ્રાક્ષનો દારૂ કે કોઇપણ દારૂ વાળું પીણું પીવાની મનાઈ નથી કરતું. હકીકતમાં કેટલાક વચનો દારૂ વિશે સકારાત્મક…

પ્રશ્ન

દારૂ/દ્રાક્ષનો દારૂ પીવા વિશે બાઈબલ શું કહે છે?

જવાબ

પવિત્રશાસ્ત્ર દારૂ પીવા વિશે ઘણું બધું કહે છે (લેવીય-10:9, ગણના-6:3, પુનર્નિયમ-29:6, ન્યાયીઓ-13:4, 7, 14, નીતિવચનો-20:1, 31:4, યશાયા-5:11, 22, 24:9,28:7, 29:9, 56:12). તેમ છતાં, પવિત્રશાસ્ત્ર સામાન્ય રીતે ખ્રિસ્તીને બીયર, દ્રાક્ષનો દારૂ કે કોઇપણ દારૂ વાળું પીણું પીવાની મનાઈ નથી કરતું. હકીકતમાં કેટલાક વચનો દારૂ વિશે સકારાત્મક વાત કરે છે. સભાશિશ્રક-9:7 સુચવે છે, “ખુશ દિલથી તારો દ્રાક્ષારસ પી.” ગીતશાસ્ત્ર-104:14-15 દર્શાવે છે કે ઈશ્વરે દ્રાક્ષારસ આપ્યો “જે માણસના હૃદય ને આનંદ આપે છે.” આમોસ 9:14 તમારી પોતાની દ્રક્ષાવાડી માંથી દ્રાક્ષારસ પીવો એ તો આશીર્વાદ છે તેવું કહે છે. યશાયા-55:1 ઉત્સાહિત કરે છે “હા, દાક્ષારસ અને દૂધ વેચાતાં લો.”

ઈશ્વરેજે ખ્રિસ્તીઓને આજ્ઞા આપી તે મદ્યપાન કરીને મસ્ત ન થવા વિશે છે (એફેસી-5:18). બાઈબલ દારૂ પીવા અને તેની અસરો વિશે નિંદા કરે છે (નીતિવચનો-23:29-35). ખ્રિસ્તીઓને એ પણ આજ્ઞા આપવામાં આવી છે કે પોતાના શરીરને કોઇ પણ વસ્તુંને “આધિન” થવાની અનુમતિ ન આપે (1 કરિંથી-6:12, 2 પિતર-2:19). વધારે માત્રામાં દારૂ પીવો તે વ્યસન લગાડનારું છે. પવિત્રશાસ્ત્ર એક ખ્રિસ્તી ને એવું કાર્ય કરવાની ના પાડે છે જે બીજાં ખ્રિસ્તીઓને ઠેસ પહોંચાડે કે તેમના અંત:કરણ અર્થાત વિવેક વિરુધ્ધ પાપ કરવા માટે પ્રોત્સાહિત કરે છે (1 કરિંથી-8:9-13). આ સિંધ્ધાતોના પ્રકાશમાં, કોઇ પણ ખ્રિસ્તી વિશે તે કહેવું અધરું હશે કે તે ઈશ્વરની મહિમા વધારવા માટે દારૂ પીવે છે (1 કરિંથી-10:31).

ઈસુએ પાણીને દ્રાક્ષારસમાં ફેરવ્યો. એવું લાગે છે કે કદાચ ઈસુ કયારેક–કયારેક દ્રાક્ષારસ પીતા હતાં (યોહાન-2:1-11, માથ્થી-26:29). નવાં કરારના સમયમાં, પાણી વધારે શુધ્ધ ન હતું. આધુનિક સફાઈની વ્યવસ્થા વગર, પાણી વધારે પડતું જીવાણું, વિષાણુંઓ, અને દરેક પ્રકારના પ્રદૂષણોથી ભરાયેલું રહેતું હતું. આજે આવું જ વિકાશશીલ દેશો સાથે છે,પરિણામ સ્વરૂપ, માણસો વારંવાર દ્રાક્ષનો દારૂ (અથવા દ્રાક્ષારસ) પીવે છે કારણકે તેમાં પ્રદૂષણ હોવાની શક્યતા ઓછી છે. 1 તેમાથી-5:23 માં, પાઉલ તિમોથીને પાણી પીવાનું બંધ કરવાની સૂચના આપે છે (જે કદાચ તેની પેટની સમસ્યાનું કારણ હતું) અને તેના બદલામાં દ્રાક્ષારસ પીવા કહે છે. તે દિવસો માં, દ્રક્ષારસને આથવામાં આવતો (જેમાં દારૂ હોય છે) પણ જેટલું આજે અથવામાં આવે છે તેટલું નહી. એ કહેવું ખોટું હશે કે તે દ્રાક્ષનો રસ હતો. પણ એ કહેવું પણ ખોટું થશે કે તે આજે ઉપયોગમાં લેવામાં આવતો દ્રાક્ષારસ જેવો હશે. ફરીથી, પવિત્રશાસ્ત્ર સામાન્ય રીતે ખ્રિસ્તીને બીયર, દ્રાશ્રનો દારૂ, કે કોઇ પણ દારૂવાળું પીણું પીવાની મનાઈ નથી કરતું. દારૂ પોતાનામાં પાપથી લાંછીત નથી. આ મદ્યપાન કે વ્યસનની આદત છે જેનાથી એક ખ્રિસ્તીએ પૂરી રીતે અલગ રહેવું જોઈએ (એફેસી-5:18, કરિંથી-6:12).

દારૂ, થોડી માત્રામાં લેવું, નુક્શાનકારક નથી અને તેની આદત પણ નથી લાગતી. હકીકતમાં, કેટલાય ડોક્ટર થોડી માત્રામાં લાલ દ્રાક્ષારસને સ્વાસ્થ્યના લાભ માટે ખાસ કરીને હ્રદય માટે લેવાની સલાહ આપે છે. દારૂને થોડી માત્રામાં લેવું એ ખ્રિસ્તી સ્વતંત્રતાનો વિષય છે. મદ્યપાન અને તેની લત પાપ છે. છતાં પણ, દારૂ અને તેની અસરો વિશે બાઈબલની ચિંતાઓ, વધારે પ્રમાણમાં દારૂ પીવાના પ્રલોભનો, અને અપરાધ અને/કે બીજાઓ માટે ઠોકરનું કારણ બનવાની શક્યતાના કારણે, ખ્રિસ્તી માટે દારૂ પીવાથી દૂર રહેવું જ યોગ્ય છે.

[English][ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

દારૂ/દ્રાક્ષનો દારૂ પીવા વિશે બાઈબલ શું કહે છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *