આંતરજાતિય લગ્ન વિશે બાઇબલ શું કહે છે?

પ્રશ્ન આંતરજાતિય લગ્ન વિશે બાઇબલ શું કહે છે? જવાબ જુના કરારનો નિયમ ઇસ્ત્રાએલીઓને આંતરજાતિય લગ્ન કરવાની ના પાડી હતી. (પુનર્નિયમ–૭:૩-૪). તથાપિ, એ આજ્ઞા નું કારણ રંગ અથવા જાતિ ન હતું તેના બદલે તે ધાર્મિક હતું. ઇશ્વર દ્વારા યહુદિઓને આંતરજાતિય લગ્ન કરવાની ના પાડવાનું કારણ એ હતુ કે બીજી જાતિઓ ખોટા દેવતાઓના આરાધકો હતા. જો ઇસ્ત્રએલીઓ…

પ્રશ્ન

આંતરજાતિય લગ્ન વિશે બાઇબલ શું કહે છે?

જવાબ

જુના કરારનો નિયમ ઇસ્ત્રાએલીઓને આંતરજાતિય લગ્ન કરવાની ના પાડી હતી. (પુનર્નિયમ–૭:૩-૪). તથાપિ, એ આજ્ઞા નું કારણ રંગ અથવા જાતિ ન હતું તેના બદલે તે ધાર્મિક હતું. ઇશ્વર દ્વારા યહુદિઓને આંતરજાતિય લગ્ન કરવાની ના પાડવાનું કારણ એ હતુ કે બીજી જાતિઓ ખોટા દેવતાઓના આરાધકો હતા. જો ઇસ્ત્રએલીઓ મૃતિપૂજકો, વિધર્મીયો કે અન્યજાતિયો સાથે આંતરજાતિય લગ્ન કરે તો તેઓ ઇશ્વર ના માર્ગથી દૂર થઈ જાત. એકદમ આવું જ મલાખી–૨:૧૧ અનુસાર ઇસ્ત્રાએલ સાથે થયું.

આત્મિક શુધ્ધ્તા માટે નવા કરામાં પણ એવો જ એક સિધ્ધાંત આપવામાં આવેલો છે, પણ તેનું જાતિ સાથે કોઈ લેવાદેવા નથી. “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખવો કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?” (૨ કરિંથી–૬:૧૪). જેમ ઇસ્ત્રએલીઓને (એક સાચા ઇશ્વરમાં વિશ્વાસ રાખવા વાળા) અવિશ્વાસીઓ સાથે લગ્ન ન કરવાની આજ્ઞા આપવામાં આવી હતી તેવી જ રીતે ખ્રિસ્તીઓ એક સાચા ઇશ્વરમાં વિશ્વાસ રાખવાવાળા) ને અવિશ્વાસીઓ સાથે લગ્ન ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે. બાઇબલ એવું ક્યારેય નથી કહેતી કે આંતરજાતિય લગ્ન ખોટા છે. જે કોઈ પણ આંતરજાતિય લગ્ન કરવાની ના પાડે છે તેઓ બાઇબલના અધિકાર વગર ના પાડે છે.

જેમ માર્ટિન લૂથર કિંગ, જૂનિઅરે કહ્યુ, એક પુરુષ અથવા સ્ત્રીને તેના ચરિત્ર ને આધારે પારખવા જોઈએ, તેની ચામડીના રંગના આધારે નહી. જાતિના આધારે પક્ષપાતનો ખ્રિસ્તીઓના જીવનમાં કોઈ સ્થાન નથી. (યાકૂબ–૨:૧-૧૦). હકિકતમાં બાઇબલનું દ્ર્ષ્ટિકોણ એ છે કે ફક્ત એક જ “ જાતિ” છે. મનુષ્ય જાતિ, જેના દ્વારા દરેક આદમ અને હવા મારફતે આવ્યા છે જ્યારે જીવન સાથીની પસંદગી કરવાની આવે ત્યારે, એક ખ્રિસ્તી એ સૌ પ્રથમ એ જાણવુ જોઈએ કે તેમના જીવનસાથીએ ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા નવો જન્મ મેળવેલો છે કે નહી (યોહાન–૩:૩-૫). ખ્રિસ્તમાં વિશ્વાસ ચામડીના રંગમાં નહી, એક જીવનસાથીની પસંદગી કરવા માટે બાઇબલ આધારિત માપદંડ છે. આંતરજાતિય લગ્ન સાચા કે ખોટા હોવાનો વિષય નથી, પણ જ્ઞાન, સમજ, અને પ્રાર્થનાનો વિષય છે.

એક દંપતિ જે લગ્ન કરવા વિશે વિચાર કરી રહ્યુ છે તેઓએ ઘણા તથ્યો માપવાની જરૂર છે. જ્યારે ચામડીના રંગને અવગણવો જોઈએ, પણ એક દંપતિને લગ્ન કરવા માટે ફક્ત આજ એક નિર્ણાયક તથ્ય ન હોવું જોઈએ. એક આતંરજાતિય દંપતિએ ભેદભાવ અને ઉપહાસનો સામનો કરવો પડી શકે છે, અને તેઓએ આ પ્રકારની પૂર્વધારણાઓનો બાઇબલણા આધારે ઉત્તર આપવા માટે તૈયાર રહેવું જોઈએ. “યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેની સંપતિ છે” (રોમન-૧૦:૧૨). એક મંડળી જે રંગોની અવગણના કરે છે અને/અથવા એક ખ્રિસ્ત આંતરજાતિય લગ્ન ખ્રિસ્તમાં આપણે દરેક એક હોવાનું શક્તિશાળી ઉદાહરણ હોઈ શકે છે.

[English]



[ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

આંતરજાતિય લગ્ન વિશે બાઇબલ શું કહે છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.