દશાંશ આપવા વિશે બાઈબલ શું કહે છે?

પ્રશ્ન દશાંશ આપવા વિશે બાઈબલ શું કહે છે? જવાબ ઘણાં ખ્રિસ્તીઓ દશાંશ આપવાના વિષયમાં મુંઝવણમાં પડેલા હોય છે. કેટ્લાંય મંડળીમાં દાન આપવા ઉપર વધારે ભાર આપવામાં આવે છે. તેજ સમયે, ઘણાં ખ્રિસ્તીઓ પ્રભુ ને ભેંટ આપવાના સંબંધમાં બાઈબલનાં ઉપદેશો પ્રત્યે સમર્પિત થવાની ના પાડે છે. દશાંશ/ભેંટ આપવનો અભિપ્રાય એક આનંદ અને આશીર્વાદ છે. દુર્ભાગ્યથી, આજે…

પ્રશ્ન

દશાંશ આપવા વિશે બાઈબલ શું કહે છે?

જવાબ

ઘણાં ખ્રિસ્તીઓ દશાંશ આપવાના વિષયમાં મુંઝવણમાં પડેલા હોય છે. કેટ્લાંય મંડળીમાં દાન આપવા ઉપર વધારે ભાર આપવામાં આવે છે. તેજ સમયે, ઘણાં ખ્રિસ્તીઓ પ્રભુ ને ભેંટ આપવાના સંબંધમાં બાઈબલનાં ઉપદેશો પ્રત્યે સમર્પિત થવાની ના પાડે છે. દશાંશ/ભેંટ આપવનો અભિપ્રાય એક આનંદ અને આશીર્વાદ છે. દુર્ભાગ્યથી, આજે મંડળીમાં આવા ઉદાહરણ બહુ ઓછા મળે છે.

દશાંશ આપવું તે જૂના કરારની ધારણા છે. દશાંશ આપવો તે વ્ય્વસ્થાની એક માંગ હતી જેમાં બધાં ઈસ્ત્રાએલીઓને પોતાની ખેત પેદાશ માંથી અને પશુધન માંથી 10 ટકા મિલાપ મંડપ/મંદિર માટે આપવું પડતું હતું (લેવીય-27:30, ગણના-28:26, પુનર્નિયમ-14:24, 2 કાળવૃતાંત-31:5). હકીકતમાં, જૂના કરારમાં ઘણી રીતના દશાંશ આપવાની માંગ કરવામાં આપી છે- એક લેવીઓ માટે, એક મંદિર અને તહેવારોના ઉપયોગ માટે, અને એક તે જ્ગ્યાના ગરીબો માટે- જે લગભગ પૂરી આવકના 23.3 ટ્કા થતું હતું. કેટલાક લોકો સમજતા હતા કે જૂનાં કરારનું દશાંશ આપવું તે એક રીતે એવો કર છે જે યાજકો અને લેવીઓના બલિદાન ની રીતો ને પૂરી કરવા માટે આપવામાં આવતું હતું.

નવો કરાર કયાંક પણ એવી આજ્ઞા, કે ભલામણ નથી કરતા, કે ખ્રિસ્તીઓએ દશાંશ આપવાના કાયદાને સમર્પિત થવું. નવો કરાર ક્યાંક પણ આવકનો એક નિશ્ચિત ટકા ભાગ અલગ કરવા માટે નિર્દેશ નથી આપતો, પણ ફકત એટલું કહે છે કે “પોતાની કમાણી પ્રમાણે” દરેક ભેંટ અલગ કરે (1 કરિંથી–16:2). ખ્રિસ્તી મંડળીમાં કેટલાક લોકોએ જૂનાં કરારના દશંશ આપવાના 10 ટકાના રીતને લઈને ખ્રિસ્તીઓ ઉપર તેમના ભેંટ દેવા ઉપર “ઓછામા ઓછી ભલામણ” ના રૂપમાં લાગૂ કરી દીધું છે.

નવો કરાર ભેંટ આપવાના મહત્વ અને ફાયદાઓ વિશે વાત કરે છે. આપણે આપણી યોગ્યતા અનુસાર આપવું જોઈએ કયારેક તેનો મતલબ 10 ટકાથી વધારે આપવું; અને ક્યારેક તેનો મતલબ ઓછું આપવું થાય છે. તે ખ્રિસ્તીની આપવાની યોગ્યતા અને મંડળીની જરૂરિયાત પર આધાર રાખે છે. બધાં ખ્રિસ્તી વિશ્વાસીઓને દશાંશ આપવામાં ભાગ લેવાં અને/અથવા કેટલું આપવું તે વિશે મહેનતથી પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરના જ્ઞાનની શોધ કરવી જોઈએ (યાફૂબ-1:5). તેનાથી પણ વધારે, દરેક દશાંશ અને ભેંટ શુધ્ધ ઉદ્દેશ્ય અને ઈશ્વરની આરાધના અને ખ્રિસ્તની દેહની સેવાના વલણમાં આપવા જોઈએ. “જેમ દરેકે પોતાના હ્રદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહિ કે, ફરજિયાત નહિ, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે” (2 કરિંથી-9:7)

[English]



[ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

દશાંશ આપવા વિશે બાઈબલ શું કહે છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.