પવિત્ર આત્મા કોણ છે?

પ્રશ્ન પવિત્ર આત્મા કોણ છે? જવાબ પવિત્ર આત્માની ઓળખાણ વિશે ઘણી ખોટી ધારણાઓ છે. કેટલાંક લોકો પ્રવિત્ર આત્માને એક રહસ્યમય શક્તિ ના રૂપમાં જુએ છે. બીજા પવિત્ર આત્માને અવ્યક્તિગત ના રૂપમાં જુએ છે જેને ઇશ્વરે ખ્રિસ્તના અનુયાયીઓ માટે આપ્યું છે. પવિત્ર આત્માના ઓળખાણ વિશે બાઇબલ શું કહે છે? સાધારણરીતે, બાઇબલ ધોષણા કરે છે કે પવિત્ર…

પ્રશ્ન

પવિત્ર આત્મા કોણ છે?

જવાબ

પવિત્ર આત્માની ઓળખાણ વિશે ઘણી ખોટી ધારણાઓ છે. કેટલાંક લોકો પ્રવિત્ર આત્માને એક રહસ્યમય શક્તિ ના રૂપમાં જુએ છે. બીજા પવિત્ર આત્માને અવ્યક્તિગત ના રૂપમાં જુએ છે જેને ઇશ્વરે ખ્રિસ્તના અનુયાયીઓ માટે આપ્યું છે. પવિત્ર આત્માના ઓળખાણ વિશે બાઇબલ શું કહે છે? સાધારણરીતે, બાઇબલ ધોષણા કરે છે કે પવિત્ર આત્મા ઇશ્વર છે. બાઇબલ આપણને એ પણ કહે છે કે પવિત્ર આત્મા એક દૈવિય વ્યક્તિ છે, અને એવું અસ્તિત્વ જેમાં બુધ્ધિ, ભાવનાઓ ત્થા ઇચ્છા છે.

પવિત્ર આત્મા ઇશ્વર છે તે તથ્ય પવિત્ર શાત્રના ઘણા સંદર્ભોમાં જોઈ શકાય છે. પ્રે.ક્ર.–૫:૩-૪ પણ તેમાં સામેલ છે. આ કલમમાં પિતર અનાન્યા નો સામનો કરે છે કે તેણે પવિત્ર આત્મા સામે ખોટુ શા માટે બોલ્યુ અને તેને જણાવે છે કે તેણે “ માણસોને નહી પણ ઇશ્વરને ખોટુ બોલ્યું છે”. આ એક સ્પષ્ટ ઘોષણા છે કે પવિત્ર આત્મા સામે ખોટુ બોલવુ એ ઇશ્વર સામે ખોટુ બોલવુ છે. આપણે એ પણ જાણી શકીએ છીએ કે પવિત્ર આત્મા એ જ ઇશ્વર છે કારણકે તેમાં ઇશ્વરના લક્ષણો છે. ઉદાહરણ તરીકે, તેમની સર્વવ્યાપકતા ગીતશાત્ર–૧૩૯:૭-૮ માં જોવા મળે છે, “તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાશી જાઉં? જો હું આકાશમાં ચઢી જાઉ તો તું ત્યાં છે, જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તું છે”. પછી ૧ કરિંથી-૨:૧૦-૧૧ માં આપણે પવિત્ર આત્માના સર્વજ્ઞાની હોવાનો ગુણ જોઈ શકીએ છીએ. “તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે, કેમ કે આત્મા સર્વને હા, દેવના ઉંડા વિચારોને શોધે છે. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય ક્યુ માણસ જાણે છે? એમજ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી”. આપણે તે જાણી શકીએ છીએ કે પવિત્ર આત્મા ખરેખર એક દૈવિય વ્યક્તિ છે કારણકે તેમાં બુધ્ધિ, ભાવનાઓ અને ઇચ્છા છે. પવિત્ર આત્મા વિચારે છે અને જાણે છે (૧ કરિંથી–૨:૧૦). પવિત્ર આત્મા દુઃખી પણ થઈ શકે છે. (એફેસી-૪:૩૦). આત્મા આપણા માટે મધ્યસ્થા કરે છે (રોમન–૮:૨૬-૨૭). પવિત્ર આત્મા પોતાની ઇચ્છા અનુસાર નિર્ણય લે છે (૧ કરિંથી–૧૨:૭-૧૧). પવિત્ર આત્મા ઇશ્વર છે, ત્રિએક્યતા ના ત્રીજા વ્યક્તિ છે. ઇશ્વર હોવાને લીધે, પવિત્ર આત્મા એક મદદગાર અને સલાહકારના રૂપમાં સાચું કાર્ય કરી શકે છે જેવી રીતે ઇસુએ વચન આપ્યુ હતુ કે તે કરશે (યોહાન- ૧૪:૧૬,૨૬,૧૫:૨૬).

[English]



[ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

પવિત્ર આત્મા કોણ છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.