મોક્ષ માટે ની યોજના/મોક્ષ માટેનો રસ્તો શું છે?

પ્રશ્ન મોક્ષ માટે ની યોજના/મોક્ષ માટેનો રસ્તો શું છે? જવાબ શું તમે ભૂખ્યા છો? શારીરિક રીતે ભૂખ્યાં નહી, પણ શું તમને જીવનમાં કંઇક વધારે માટે ભૂખ્યાં છો? શું તમારા મનના ઊંડાણમાં કંઇક છે જે ક્યારેય સંતુષ્ટ નથી થતું એવું લાગે છે? જો છે, ઈસુ માર્ગ છે! ઈસુએ કહ્યુ, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે…

પ્રશ્ન

મોક્ષ માટે ની યોજના/મોક્ષ માટેનો રસ્તો શું છે?

જવાબ

શું તમે ભૂખ્યા છો? શારીરિક રીતે ભૂખ્યાં નહી, પણ શું તમને જીવનમાં કંઇક વધારે માટે ભૂખ્યાં છો? શું તમારા મનના ઊંડાણમાં કંઇક છે જે ક્યારેય સંતુષ્ટ નથી થતું એવું લાગે છે? જો છે, ઈસુ માર્ગ છે! ઈસુએ કહ્યુ, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહિ જ લાગશે” (યોહાન- ૬:૩૫).

શું તમે ગૂંચવાયેલા છો? શું તમને તમારા જીવન માટે કોઇ માર્ગ કે ઉદેશ્ય નથી મળ્યો? શું એવું લાગે છે કે કોઇએ લાઇટ બંધ કરી દીધી હોય અને તમે બટન નથી શોધી શકતા? જો તેમ છે, ઇસુ માર્ગ છે! ઇસુએ ઘોષણા કરી, “જગતનું અજવાળું હું છું, જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે” (યોહાન- ૮:૧૨).

શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારા જીવનના દ્વાર બંધ થઈ ગયા છે? શું તમે ઘણાં બધા દ્વારો ખટખટાવ્યો છે, અને તેની પાછળ ફક્ત ખાલીપન અને અર્થહીનતા જ મળી છે? શું તમે એક ભરપૂર જીવન માટે પ્રવેશ દ્વાર ની શોધમાં છો? જો તેમ હોય તો, ઇસુ માર્ગ છે! ઇસુએ કહ્યુ, “હું બારણું છું, મારા દ્વારા જો કોઇ પેસે તો તે ઉધ્ધાર પામશે, અને માંહે આવશે ને બહાર જશે, અને તેને ચરવાનું મળશે” (યોહાન-૧૦:૯).

શું બીજા લોકો હંમેશા તમને નીચો દેખાડે છે? શં તમારા સંબંધો છીછરો અને ખાલી છે? શું એવું લાગે છે કે દરેક લોગો તમારો ફાયદો ઉઠાવવા માંગે છે? જો તેમ હોય તો, ઈસુ માર્ગ છે! ઈસુએ કહ્યુ, “હું ઉત્તમ ઘેટાં પાળક છું, હું મારા ઘેટાંને અને મારા ઘેટાં મને ઓળખે છે” (યોહાન-૧૦:૧૧,૧૪).

શું તમને આશ્ચર્ય છે કે આ જીવન પછી શું થાય છે? શું તમે તમારા જીવનને એવી વસ્તુઓ પાછળ જીવીને થાકી ગયા છો જે સડી જાય છે અને કટાઇ જાય છે? શું તમને ઘણીવાર શંકા થાય છે કે જીવનનો કોઇ અર્થ છે કે નહી? શું તમે મૃત્યુ પછી પણ જીવવા માંગો છો? જો તેમ હોય તો, ઈસુ માર્ગ છે! ઈસુએ કહ્યુ, “પુનરુત્થાન તથા જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે અને જે કોઇ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહિ જ” (યોહાન ૧૧:૨૫-૨૬).

માર્ગ શું છે? સત્ય શું છે? જીવન શું છે? ઈસુએ જવાબ આપ્યો, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપ ની પાસે કોઇ આવતું નથી” (યોહાન ૧૪:૬).

જે ભૂખનો તમે અનુભવ કરો છો તે આત્મિક ભૂખ છે, અને ફક્ત ઈસુ દ્વારા જ તૃપ્ત થઈ શકે છે. ફક્ત ઇસુ જ અંધારાને સમાપ્ત કરી શકે છે. ઈસુએ સંતુષ્ટ જીવન માટેનો દ્વાર છે. ઈસુ એક મિત્ર અને ઘેટા પાળક છે જેની તમે શોધ કરી રહ્યા હતા. ઈસુએ જીવન છે- આ સંસારમાં અને આવનારા સંસાર માટે ઈસુ મોક્ષ માટેનો દ્વાર છે!

તમે ભૂખનો અનુભવ કરો છો તેનુ કારણ, અંધારામાં તમે ખોવાઈ ગયા હોઈ તેવું લાગે છે તેનુ કારણ, તમે જીવનનો અર્થ નથી શોધી શકતા તેનુ કારણ, તમે ઇશ્વરથી અલગ થઈ ગયા છો તે છે. બાઇબલ આપણને કહે છે કે આપણે દરેકે પાપ કર્યુ છે, અને તેથી ઈશ્વરથી અલગ થઈ ગયા છીએ (સભાશિક્ષક–૭:૨૦, રોમ–૩;૨૩) જે ખાલીપણાંને તમે તમારા હ્ર્દય માં અનુભવો છો તે તમારા જીવનમાં ઈશ્વરનું ન હોવુ છે. આપણે ઈશ્વર સાથે સંબંધ રાખવા માટે બનાવવામાં આવ્યા છે. આપણાં પાપ ને કારણે આપણે તે સંબંધ થી અલગ થઈ ગયા. તેનાથી પ્ણ ખરાબ, આપણા પાપ આપણા માટે આ જીવન માં અને આવનારા જીવન માં પણ અનંતકાળ માટે ઈશ્વરથી અલગ કરવાનું કારણ બનશે (રોમન – ૬:૨૩, યોહાન ૩:૨૬).

આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય? ઈસુ માર્ગ છે! ઈસુએ આપણા પાપને પોતાના ઉપર લઈ લીધા (૨ કરિંથી – ૫:૨૧). ઈસુ આપણા સ્થાને મૃત્યુ પામ્યો (રોમન ૫:૮), આપણે જે સજાને લાયક હતા તે તેણે લઈ લીધી. ત્રણ દિવસ પછી, ઈસુ મૃત્યુમાંથી સજીવન થયો, પાપ અને મૃત્યુ પર પોતાના વિજયની ઘોષણા કરી (રોમન ૬:૪-૫). શા માટે તેણે તે કર્યુ? ઈસુ પોતે આ પ્રશ્નનો જવાબ આપે છે: “પોતાના મિત્રોને સારું જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી” ( યોહાન-૧૫:૧૩). ઈસુ મૃત્યુ પામ્યા જેથી આપણે જીવન મેળવી શકીએ. જો આપણે આપણો વિશ્વાસ ઈસુ પર રાખીએ, તેમનું મૃત્યુ આપણા પોતાની ચૂકવણી માટે થયું એવો વિશ્વાસ કરીએ, તો આપણા બધા પાપો ક્ષમા કરવામાં આવશે અને ધોવામાં આવશે. ત્યારે આપણને આપણી આત્મિક ભુખની સંતુષ્ટિ મળશે. લાઈટ ફરીથી ચાલુ થઈ જશે. આપણે એક ભરપુર જીવનમાં પ્રવેશ કરી શકીશું. આપણે આપણા સાચા અને ઉતમ મિત્રોને અને ઉતમ ઘેટાંપાળકને ઓળખીશું. આપણે જાણીશું કે મૃત્યુ પછી પણ આપણી પાસે જીવન હશે. ઈસુ સાથે અનંતકાળ માટે પુનરુત્થાનનું જીવન!

“કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાંકીજનીત દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે” (યોહાન -૩:૧૬).

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

[English]



[ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

મોક્ષ માટે ની યોજના/મોક્ષ માટેનો રસ્તો શું છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.