શા માટે હું આત્મહત્યા ન કરું?

પ્રશ્ન શા માટે હું આત્મહત્યા ન કરું? જવાબ આપણાં હ્ર્દય તેવા વ્યક્તિ પ્રત્યે ઉદાસ થઈ જાય છે જેઓ આત્મહત્યા કરવા દ્વારા પોતાનું જીવન સમાપ્ત કરવાનું વિચારે છે. તમે અત્યારે તે પરિસ્થિતિમાં છો, તો આ ઘણી ભાવનાઓ પ્રગટ કરી શકે છે, જેમ કે નિરાશા અને હતાશાની ભાવનાઓ તમને એવો અનુભવ થઈ શકે છે કે તમે એક…

પ્રશ્ન

શા માટે હું આત્મહત્યા ન કરું?

જવાબ

આપણાં હ્ર્દય તેવા વ્યક્તિ પ્રત્યે ઉદાસ થઈ જાય છે જેઓ આત્મહત્યા કરવા દ્વારા પોતાનું જીવન સમાપ્ત કરવાનું વિચારે છે. તમે અત્યારે તે પરિસ્થિતિમાં છો, તો આ ઘણી ભાવનાઓ પ્રગટ કરી શકે છે, જેમ કે નિરાશા અને હતાશાની ભાવનાઓ તમને એવો અનુભવ થઈ શકે છે કે તમે એક ઉંડા ખાડામાં છો, અને તમને શંકા છે કે પરિસ્થિતિ સુધરવા માટેનો કોઈ માર્ગ છે. કોઈ પણ એ ચિંતા કે સમજતા હોય તેવું નથી લાગતું કે તમે ક્યાંથી આવે રહ્યા છો. જીવન જીવવા લાયક છે….. કે નથી?

જો તમે થોડીક ક્ષણો એ વિચારતા ધ્યાન આપો કે ઇશ્વર અત્યારે જ તમારા જીવનના ઇશ્વર બની શકે છે, તો તે સાબિત કરી દેશે કે હકીકતમાં તે કેટલાં મોટાં છે, “કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે” (લૂક-૧:૩૭). થઈ શકે કે કદાચ પાછળની ઠોકરો ના ઊંડા પ્રભાવોએ તમારા અંદર અસ્વીકારતાની અથવા સ્વંછદતાની હાવી થઈ જવાની ભાવનાઓ ઉત્પન્ન કરી દીધી છે, તે આત્મ-દયા, ગુસ્સો, કડવાહટ, બદલો લેવાના વિચારો, તથા અસ્વસ્થ ભય તરફ લઈને જાય છે, જેના કારણે તમારા મહત્વના સંબંધોમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ ગઈ છે.

શા માટે તમારે આત્મહત્યા ન કરવી જોઈએ? મિત્ર, ભલે તમારા જીવનમાં પરિસ્થિતિઓ ગમે તેટલી ખરાબ કેમ ન ચાલી રહી હોય, અહીંયા એક પ્રેમનો ઇશ્વર છે જે તમારી રાહ જોઈ રહ્યો છે કે તમે તેમને તમારું માર્ગદર્શન કરવા દો જેથી તે તમ્ને તમારી નિરાશાને સુંરંગમાંથી બહાર પોતાના અદભુત પ્રકાશમાં લઈને આવે તે તમારી નિશ્ચિત આશા છે. તેનું નામ ઇસુ ખ્રિસ્ત છે.

આ ઇસુ ઇશ્વરનો પાપ રહિત પ્રેમ, તમારા અસ્વીકાર અને અપમાનના સમયમાં પોતાની ઓળખાણ બનાવે છે. પ્રબોધક યશાયા એ તેના વિષયમાં યશાયા–૫૩:૨-૬ મા લખ્યુ છે, તેમનું વર્ણન માણસો દ્વારા “ધિક્કરાયેલો અને તજાયેલો” કરવામાં આવ્યું છે. તેમનું જીવન દુઃખ અને પીડાઓથી ભરેલું હતું. પણ જે દુઃખ તેમણે ઉથાવ્યું તે તેમનું પોતાનું ન હતું : તે આપણું હતું. તેને આપણાં કારણે વીંધવામાં આવ્યો, કચડવામાં આવ્યો, અને મારવામાં આવ્યો. તેના દુઃખોના કારણે, આપણાં જીવનોને છોડાવવામાં અને સંપૂર્ણ કરવામાં આવ્યા.

મિત્ર, આ બધું ઇસુ ખ્રિસ્તે સહન કર્યું જેથી આપણાં બધાં પાપો માફ કરવામાં આવે, જે કાંઇપણ દોષભાવનાનો ભાર તમે તમારા ઉપર લીધેલો છે. એ જાણી લો કે તે તમને માફ કરી દેશે જો તમે નમ્રતાપૂર્વક તેને તમારા મોક્ષદાતાના રૂપમાં સ્વીકાર અક્રશો. “સંકટને સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ” (ગીતશાસ્ત્ર–૫૦:૧૫). અત્યાર સુધી તમે જે કંઈપણ કર્યું તે ઇસુ માટે માફ કરવા માટે ખરાબ નથી. તેના ઘણાં પસંદ કરેલા સેવકોમાંથી કેટલાકે મોટા પાપો કર્યા હતા જેમ કે હ્ત્યા (મૂસા), હત્યા અને વ્યાભિચાર (રાજા દાઉદ), અને શારીરિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર (પ્રેરિત પાઉલ). છતા પણ તેઓએ પ્રભુમાં માફી અને નવું ભરપૂર જીવન મેળવ્યું. “માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પતિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જૂઓ, તે નવું થયું છે” (૨ કરિંથી–૫:૧૭).

શા માટે તમારે આત્મહત્યા ન કરવી જોઈએ? મિત્ર, ઇશ્વર એ વસ્તુને સમી કરવા તૈયાર ઉભા છે જે “ટૂટેલી” છે, જેમ કે, તમારું અત્યારનું જીવન, જેને તમે આત્મહત્યા કરીને સમાપ્ત કરવા માંગો છો. યશાયા–૬૧:૧-૩ માં પ્રબોધક લખે છે, “પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે, કારણકે દીનોને વધામણી કહેવા સારુ યહોવાએ મને અભિષિક્ત કર્યો છે, ભગ્ન હ્ર્દયોવાળાને સાજા કરવા સારુ, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઉઘાડવાની ખબર પ્રસિધ્ધ કરવા સારુ, યહોવાએ માન્ય કરેલું વર્ષ, આપણા દેવના પ્રતિકારનો દિવસ પ્રસિધ્ધ કરવા સારુ, સર્વ શોક કરનારઓને દિલાસો આપવા સારુ, સિયોનમાંના શોક કરવારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનુ તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા સારુ તેણે મને મોકલ્યો છે, જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય”.

ઇસુ પાસે આવો, અને તેને તમારા આનંદ અને ઉપયોગિતાને પુનઃસ્થાપિત કરવક દો જ્યારે તમે તમારા જીવનમાં એક નવું કાર્ય શરૂ કરવા માટે તેના પર વિશ્વાસ કરો છો. જે આનંદને તમે ગુમાવ્યો છે તેને પુનઃસ્થાપિત કરવાની પ્રતિજ્ઞા કરે છે અને તમને સંભાળી રાખવા માટે નવો આત્મા આપે છે. તમારું ટૂટેલું હ્રદય તેના માટે કિંમતી છે. “ઇશ્વરના યજ્ઞો તો રાંક મન છે, હે, ઇશ્વર, તું રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારીશ નહિ” (ગીતશાસ્ત્ર–૫૧:૧૨,૧૫-૧૭).

શું તમે પ્રભુને તમારા મોક્ષદાતા અને ગોવાળના રૂપમાં સ્વીકાર કરશો? તે તમારા વિચારો અને પગલાંઓનું માર્ગદર્શન –દરેક દિવસે- તેના વચન, બાઇબલ અનુસાર કરશે. “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ” (ગીતશાસ્ત્ર–૩૨:૮). “વળી તારા વખતમાં સ્થિરતા થશે, સુબુધ્ધિ, જ્ઞાન તથા તારણનો ભંડાર થશે, યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે” (યશાયા-૩૩:૬). ખ્રિસ્તમાં, તમારે હજી સંઘર્ષ કરવો પડશે, પણ હવે તમારી પાસે આશા છે. તે “એક એવો મિત્ર છે કે જે ભાઇના કરતા નિકટનો સંબંધ રાખી રહે છે” (નીતિવચન–૧૮:૨૪). તમારા નિર્ણય લેવાના સમયે ઇસુની કૃપા તમારી સાથે રહે. જો તમે ઇસુ ખ્રિસ્ત પર તમારા મોક્ષદાતાના રૂપમાં વિશ્વાસ કરવા માટે ઇચ્છા રાખો છો, તમારા હ્ર્દયમાં ઇશ્વરને આ શબ્દો કહો: “ઇશ્વર, મારા જીવનમાં મારે તમારી જરૂર છે. મહેરબાની કરીને મે જે કર્યું તે માટે મને માફ કરો. હું મારા વિશ્વાસને ઇસુ ખ્રિસ્ત પર રાખું છું અને વિશ્વાસ કરું છું કે તે મારા મોક્ષદાતા છે. મહેરબાની કરીને મને સાફ કરો, મને સાજો કરો, અને મારા જીવનમાં આનંદને પુનઃસ્થાપિત કરો. મારા પ્રત્યેના તમારા પ્રેમ અને મારા બદલામાં ઇસુના મૃત્યુ માટે હું તમારો આભાર માનું છું”.

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

[English]



[ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

શા માટે હું આત્મહત્યા ન કરું?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.