ખ્રિસ્તી બાપ્તિસ્માનો શું મહત્વ છે?

પ્રશ્ન ખ્રિસ્તી બાપ્તિસ્માનો શું મહત્વ છે? જવાબ ખ્રિસ્તી બાપ્તિસ્મા એ બે વિધિઓમાંની એક વિધિ છે જે ઈસુ એ મંડળી માટે સ્થાપી છે. તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, મેં તમને જે જે આજ્ઞા કરીતે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, એને જુઓ, જગતના અંત સુધી…

પ્રશ્ન

ખ્રિસ્તી બાપ્તિસ્માનો શું મહત્વ છે?

જવાબ

ખ્રિસ્તી બાપ્તિસ્મા એ બે વિધિઓમાંની એક વિધિ છે જે ઈસુ એ મંડળી માટે સ્થાપી છે. તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, મેં તમને જે જે આજ્ઞા કરીતે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, એને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું” (માથ્થી-28:19-20). આ સુચનાઓ સ્પષ્ટ કરે છે કે મંડળીએ ઈસુના વચનો શીખવવા, શિષ્યો બનાવવા, અને તે શિષ્યોને બાપ્તિસ્મા આપવા માટે જવાબદાર છે. આ વાતો ને બધી જગ્યાએ (બધા દેશોમાં) જયાં સુધી “જગતનો અંત” નથી આવતો ત્યાં સુધી કરવું જોઈએ. તેથી, બાપ્તિસ્માના મહત્વનું બીજું કોઇ કારણ નથી, કેમકે ઈસુએ તેની આજ્ઞા આપી છે.

બાપ્તિસ્માની પ્રથા મંડળીની સ્થાપના પહેલા થઈ ગઈ છે. પ્રાચીન સમયના પહૂદીઓ બીજાં વિશ્વાસના લોકોના “શુધ્ધ” સ્વાભાવને દર્શાવવા માટે લેકોને બાપ્તિસ્મા આપતા હતા. યોહાન બાપ્તિસ્તે બાપ્તિસ્માનો ઉપયોગ પ્રભુનો રસ્તો તૈયાર કરવાં માટેકર્યો, દરેક લોકોને બપ્તિસમાની જરૂર છે, ફક્ત અન્ય જાતિને નહિ, કારણકે દરેક લોકોને પસ્તાવાની જરૂર છે. તેમ છતાં, યોહાનનું બાપ્તિસ્મા, જે ફકત પસ્તાવાને જ દર્શાવે છે, તે તેવું નથી જેવું ખ્રિસ્તીઓનું બાપ્તિસ્મા હોય છે, જે પ્રે.કૃ.-18:26 અને 19:1-7 માં જોઈ શકાય છે. ખ્રિસ્તી બપ્તિસ્માની ખૂબજ ઊંડી વિશેષતા છે.

બાપ્તિસ્મા પિતા, પુત્ર, અને આત્માના નામથી આપવામાં આવે છે. આ મળીને એક “ખ્રિસ્તી બાપ્તિસ્મા” બને છે. આ વિધિ દ્વારા એક વ્યકિતને મંડળીની સંગતિમાં સ્વીકાર કરવામાં આવે છે. જ્યારે આપણે બચાવવામાં આવીએ છીએ, ત્યારે આપણું “બાપ્તિસ્મા” ખ્રિસ્તીની દેહમાં આત્મા દ્વારા થઈ જાય છે, જે મંડળી છે, 1 કરિંથી-12:13 કહે છે, “કેમકે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણને સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યાં, અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.” પાણીથી આપેલું બાપ્તિસ્મા એ આત્માથી આપેલા બાપ્તિસ્માનું “પુનર્પ્રદર્શન” છે.

ખ્રિસ્તી બાપ્તિસ્મા એક એવી રીત છે જેના દ્વારા એક વ્યકિત વિશ્વાસ એને શિષ્યપણાને સાર્વજનીક રીતે સ્વીકાર કરે છે. પાણીના બાપ્તિસ્મા માં, વ્યકિત કહે છે, “હું ઈસુમાં મારા વિશ્વાસની કબુલાત કરું છું; ઈસુએ પાપમાથી મારા આત્માને શુધ્ધ કર્યો છે, અને હવે મારી પાસે પવિત્રીકરણમાં ચાલવા માટે નવું જીવન છે.”

ખ્રિસ્તી બાપ્તિસ્મા, નાત્યાત્મક રીતે, ખ્રિસ્તનું મૃત્યુ, દટાવવું, અને ફરીથી સજીવન થવાને દર્શાવે છે. તે જ સમયે, આ પાપ માટે આપણી મૃત્યું અને ખ્રિસ્તમાં નવાં જન્મને દર્શાવે છે. જ્યારે એક પાપી પ્રભુ ઈસુનો અંગીકાર કરે છે, તો તે પાપ માટે મરી જાય છે (રોમન-6:11) અને નવાં જીવન માટે સજીવન થાય છે (ક્લોસ્સી-2:12). પાણીમાં ડૂબી જવું મૃત્યુ ને પ્રસ્તુત કરે છે, અને પાણીમાંથી બહાર નીકળવું શુધ્ધ, પવિત્ર જીવનને પ્રગટ કરે છે, જે મોક્ષનું અનુસરણ કરે છે. રોમન-6:4 તે આવી રીતે કહે છે: “તે માટે આપણને બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને બાપના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યો તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.”

ખૂબજ સરળ રીતે બાપ્તિસ્મા એ એક વિશ્વાસી જીવનની આંતરિક બદલાવની બાહ્ય સાક્ષી છે. ખ્રિસ્તી બાપ્તિસ્મા મોક્ષ પછી પ્રભુની આજ્ઞાપાલન કરવાનું કાર્ય છે, જેમ બાપ્તિસ્મા મોક્ષની સાથે નિકટતાથી સંબંધિ છે, તો પણ બચવા માટે જરૂરી નથી. બાઈબલ તે સંબંધિત ઘટનાઓના ક્રમને ઘણી જગ્યાએ દશૉવે છે કે 1) પહેલાં એક વ્યકિત પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરે છે અને 2) તે બાપ્તિસ્મા પામે છે. આ ક્રમને પ્રે.કૃ.-2:41 માં જોઈ શકાય છે, “ત્યારે જેઓએ તેની (પિતરની) વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં” (પ્રે,કૃ.16:14-15 પણ જુઓ).

ઈસુ ખ્રિસ્તમાં નવા વિશ્વાસીએ જેટલું થઈ શકે તેટલું જલદી બાપ્તિસ્મા લેવાની ઈચ્છા પ્રગટ કરવી જોઈએ. પ્રે.કૃ.-8 માં ફિલિપે “ઈસુ વિશેની સુવાર્તા” હબશી ખોજાને કહી, અને, “તેઓ માર્ગે ચાલતાં એક જળાશય પાસે આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહી પાણી છે, મારે બાપ્તિસ્મા પામવાને શી અડ્ચણ છે?” (કલમ-35-36). તેજ સમયે, તેઓએ રથને ઉભો રખાવ્યો, અને ફિલિપે તે માણસને બાપ્તિસ્મા આપ્યું.

બાપ્તિસ્મા એક વિશ્વાસીનુ ખ્રિસ્ત સાથેનું મૃત્યુ, દટાવું, અને ફરીથી સજીવન થવું દર્શાવે છે. જ્યાં પણ સુવાર્તાનો પ્રચાર થાય છે અને લોકો ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓ ને બાપ્તિસ્મા આપવું જોઈએ.

[English]



[ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

ખ્રિસ્તી બાપ્તિસ્માનો શું મહત્વ છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.