બાઈબલ ત્રિએક્ય વિશે શું શિક્ષા આપે છે?

પ્રશ્ન બાઈબલ ત્રિએક્ય વિશે શું શિક્ષા આપે છે? જવાબ ત્રિએક્ય વિશે ખ્રિસ્તી ધારણા બાબતે સૌથી મુશ્કેલ વાત એ છે કે તેને ચોક્ક્સ રીતે સમજાવવાનો કોઇ રીત નથી. ત્રિએક્ય એક એવી ધારણા છે જેને કોઇ મનુષ્ય દ્વારા પૂરી રીતે સમજવું અસંભવ છે, તેને સ્વયં જ વિવરણ આપવા દો. ઈશ્વર આપણાથી અસીમિત રીતે ખૂબજ મહાન છે; તેથી,…

પ્રશ્ન

બાઈબલ ત્રિએક્ય વિશે શું શિક્ષા આપે છે?

જવાબ

ત્રિએક્ય વિશે ખ્રિસ્તી ધારણા બાબતે સૌથી મુશ્કેલ વાત એ છે કે તેને ચોક્ક્સ રીતે સમજાવવાનો કોઇ રીત નથી. ત્રિએક્ય એક એવી ધારણા છે જેને કોઇ મનુષ્ય દ્વારા પૂરી રીતે સમજવું અસંભવ છે, તેને સ્વયં જ વિવરણ આપવા દો. ઈશ્વર આપણાથી અસીમિત રીતે ખૂબજ મહાન છે; તેથી, આપણે સ્વયં પોતે તેને પૂણૅ રીતથી સમજવાને યોગ્ય ન સમજવું જોઈએ. બાઈબલ આપણને શિક્ષા આપે છે કે પિતા ઈશ્વર છે, ઈસુ ઈશ્વર છે, અને પવિત્ર આત્મા ઈશ્વર છે. બાઈબલ આપણને તે પણ શિક્ષા આપે છે કે ફકત એજ ઈશ્વર છે. તેમ છતાં આપણે ત્રિએક્ય ના ત્રણ ભિન્ન વ્યકિતઓ ને આપણા માનવીય દિમાગથી સમજી શકીએ છીએ. પરંતુ, તેનો અર્થ એ નથી કે ત્રિએક્ય સત્ય નથી કે બાઈબલની શિક્ષાઓ ઉપર આધારિત નથી.

ત્રિએક્ય એક ઈશ્વરમાં ત્રણ વ્યકિતઓનું હોવું છે. આ વાતને સમજો કે તેનો અર્થ કોઇ પણ રીતે ત્રણ ઈશ્વરોનું હોવું એવું નથી. આ વાતને ધ્યાનમાં રાખો કે જ્યારે આપણે આ વિષય ઉપર અભ્યાસ કરીએ છીએ તો શબ્દ “ત્રિએક્ય” પવિત્ર શાસ્ત્રમાં ક્યાંય નથી મળતો. આ તે શબ્દ છે જે ત્રિએક્ય ઈશ્વરનું વર્ણન કરવાના પ્રયત્નમાં ઉપયોગ કરવામાં આવ્યો છે – એટલે કે ત્રણ સહ-અસ્તિત્વમાં, સહ-અનંતકાળના વ્યકિત જેને ઈશ્વર કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે શબ્દ “ત્રિએક્ય” દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી વિચારધારા પવિત્રશાસ્ત્રમાં છે. ત્રિએક્ય વિશે ઈશ્વરના વચનમાં નિમ્ન ઉદાહરણ આપવામાં આવેલ છે:

1) ફક્ત એક જ ઈશ્વર છે (પુનર્નિયમ-6:4, 1 કરિથી-8:4, ગલાતી-3:20, 1 તિમોથી-2:5).

2) ત્રિએક્ય ત્રણ વ્યક્તિત્વથી બનેલું છે (ઉત્પતિ-1:1, 26; 3:22; 11:7; યશાયા-6:8, 48:16, 61:1; માથ્થી–3:16-17, 28:19; 2 કરિંથી-13:14). ઉત્પતિ 1:1 માં એલોહીમ માટે હિબ્રૂ બહુવચનની સંજ્ઞાનો પ્રયોગ કરવામાં અવ્યો છે. ઉત્પતિ-1:26, 3:22, 11:7 અને યશાયા-6:8 માં, “આપણે” માટે બહુવચન સર્વનામનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શબ્દ એલોહીમ અને સર્વનામ “આપણે” બહુવચનના રૂપમાં છે, જે છોક્ક્સ પણે હિબ્રૂ ભાષામાં બે થી વધારે તરફ સંકેત કરે છે. જ્યારે આ ત્રિએકય માટે એક સ્પષ્ટ દલીલ નથી, તો પણ આ ઈશ્વરના બહુવચન હોવાના ભાગનો સંકેત આપે છે. ઈશ્વર માટેનો હિબ્રૂ શબ્દ, એલોહીમ, ચોક્ક્સ પણે ત્રિએક્ય માટે ઉપયોગ થાય છે.

યશાયા-48:16 અને 61:1માં, પુત્ર વાત કરી રહ્યો છે જ્યારે તે પિતા અને પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. આ જાણવા માટે યશાયા-61:1 ને લૂક-4:14-19 સાથે સરખાવો કે તે પુત્ર જ બોલી રહ્યો છે. માથ્થી-3:16-17 ઈસુના બાપ્તિસ્મા ની ઘટનાનું વર્ણન કરે છે. આ સંદર્ભમાં જોઈ શકાય છે કે ઈશ્વર પવિત્ર આત્મા ઈશ્વર પુત્ર ઉપર ઉતરે છે જ્યારે ઈશ્વર પિતા પુત્રમાં પોતાની પ્રસન્નતાની ઘોષણા કરે છે, માથ્થી-28:19 અને કરિંથી-13:14 ત્રિએક્યમાં ત્રણ ભિન્ન વ્યકિતઓ ના હોવાનું ઉદાહરણ છે.

3) ત્રિએક્ય ના સદસ્યો એક બીજાથી ભિન્ન ઘણાં સંદર્ભોમાં જોવા મળે છે. જૂનાં કરારમાં, “યહોવા” ને “પ્રભુ” માં અંતર છે (ઉત્પતિ-19:24, હોશિયા-1:4). “યહોવા” પાસે એક “પુત્ર” છે (ગીતશાસ્ત્ર- 2:7; 12; નીતિવચન-30:2-4). આત્મા નું “યહોવા” થી (ગણના-27:18) અને “ઈશ્વર” થી અંતર છે (ગીતશાસ્ત્ર- 51:10-12). ઈશ્વર પુત્ર અને ઈશ્વર પિતા વચ્ચે અંતરછે (ગીતશાસ્ત્ર-45:6-7, હિબ્રૂ-1:8-9). નવાં કરારમાં ઈસુ પિતા પાસેથી એક સંબોધક, પવિત્ર આત્મા મોકલવા વિશે વાત કરે છે (યોહાન-14:16-17). આ એ દેખાડે છે કે ઈસુએ પોતાને પિતા કે પવિત્ર આત્મા નહોતા સમજ્યાં. સુવાર્તાના બીજાં ભાગો માં પણ એ સમય વિશે વિચારો જ્યાં ઈસુ પિતા સાથે વાતચિત કરે છે. શું તે પોતે પોતાની સાથે વાતો કરી રહ્યા હતા? ના. તેમણે ત્રિએક્યના બીજાં વ્યકિત- પિતા સાથે વાતો કરી.

4) ત્રિએક્ય ના દરેક સદસ્યો ઈશ્વર છે (યોહાન-6:27; રોમન-1:7; પિતર-1:2). પુત્ર ઈશ્વર છે (યોહાન-1:1, 14; રોમન-9:5; કલોસ્સી-2:9; હિબ્રૂ-1:8; 1 યોહાન-5:20). પવિત્ર આત્મા ઈશ્વર છે (પ્રે.કૃ.-5:3-4; 1 કરિંથી-3:16).

5) ત્રિએક્યની અંદર આધીનતા છે. પવિત્રશાસ્ત્ર બતાવે છે કે પવિત્ર આત્મા પિતા અને પુત્ર ના આધીન છે, અને પુત્ર પિતાને આધીન છે. આ એક આંતરિક સંબંધ છે અને ત્રિએક્યના એક પણ વ્યકિતના ઈશ્વરત્વને નકારતું નથી. આ એક સામાન્ય ક્ષેત્ર છે જ્યાં આપણાં સીમિત દિમાગ ઈશ્વરની અસીમિતતા ને નથી સમજી શકતાં. પુત્રના વિશે જુઓ લૂક-22:42; યોહન-5:36; યોહાન-20:21, અને 1 યોહાન- 4:14, પવિત્ર આત્મા વિશે જુઓ યોહાન-14:16, 14:26, 15:26, 16:7, અને ખાસ કરીને યોહાન-16:13-14.

6) ત્રિએક્યના વ્યકિતગત સદસ્યોંના અલગ-અલગ કાર્યો છે. પિતા બ્રહ્માંડનું મૂળભૂત સ્ત્રોત અથવા કારણ છે (1 કરિંથી-8:6; પ્રકટીકરણ-4:11); ઈશ્વરીય પ્રકટીકરણ (પ્રકટીકરણ-1:1); મોક્ષ (યોહાન-3:16-17); અને ઈસુના માનવીય કાર્ય (યોહાન-5:17, 14:10). પિતા આ બધી વસ્તુઓનો આરંભ કરે છે.

પુત્ર એક એવું માધ્યમ છે જેના દ્વારા પિતા નિમ્નાલિખિત કાર્યો કરે છે: બ્રહ્ભાંડની સૃષ્ટિ અને તેની સંભાળ (1 કરિંથી-8:6; યોહાન-1:3; કલોસ્સી-1:16-17); ઈશ્વરીય પ્રકટીકરણ (યોહાન-1:1, 16:12-15; માથ્થી-11:27; પ્રકટીકરણ-1:1); અને મોક્ષ (2 કરિંથી-5:19; માથ્થી-1:21; યોહાન-4:42). પિતા આ બધા કાય્રો પુત્ર દ્વારા કરે છે. જે તેમના માધ્યમના રૂપમાં કાર્ય કરે છે.

પવિત્ર આત્મા તે સાધન છે જેના દ્વારા પિતા નિમ્નલિખિત કાર્યો કરે છે: બ્રહ્માંડની સૃષ્ટિ અને તેની સંભાળ (ઉત્પતિ-1:2; અયૂબ-26:13; ગીતાશાસ્ત્ર-104:30); ઈશ્વરીય પ્રકટીકરણ (યોહાન-16:12-15; એફેસી-3:5; 2 પિતર- 1:21); મોક્ષ (યોહાન-3:6; તિતસ-3:5; 1 પિતર-1:2); અને ઈસુનાં કાર્યો (યશાયા-61:1; પ્રે.કૃ.-10:38). આ રીતે પિતા આ બધાં કાર્યો પવિત્ર આત્માની સામર્થ દ્વારા કરે છે.

ત્રિએક્ય વિશે ઉદાહરણો વિકસાવવા માટે ઘણાં બધાં પ્રયતનો કરવામાં આવ્યાં છે. જો કે કોઇ પણ લોકપ્રિય ઉદાહરણ પૂરી રીતે સાચું નથી. ઈંડું (અથવા સફરજન) એ વાત પર સાચું નથી ઉતરતું કે તેનું કોચલું, સફેતી, અને જરદી ઈંડાંના ભાગ છે, પોતે ઈંડું નથી, તેવી જ રીતે સફરજનની છાલ, ગર, અને બીજ તેના ભાગ હોય છે, તે પોતે સફરજન નથી. પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા ઈશ્વરના ભાગ નથી; તેમાંનાં દરેક ઈશ્વર છે. પાણીનું ઉદાહરણ મહદઅંશે સારું છે, પરંતુ તો પણ યોગ્ય રીતે ત્રિએક્યનું વર્ણન નથી કરી શકતું. પ્રવાહી, વરાળ, અને બરફ પાણીના રૂપ છે. પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા ઈશ્વરના રૂપ નથી, તેમાનાં દરેક ઈશ્વરન રૂપ છે. તેથી, જ્યારે આ ઉદાહરણો આપણને ત્રિએક્યનું ચિત્ર આપી શકે છે, પણ તે ચિત્ર પૂરી રીતે સાચું નથી. એક અસીમિત ઈશ્વરને સીમિત ઉદાહરણ દ્વારા નથી વણવી શકાતા.

ત્રિએક્યનો સિધ્ધાત ખ્રિસ્તી મંડળીના અત્યાર સુધીના આખા ઈતિહાસમાં એક નિર્ણાયક મુદ્દો રહ્યો છે. જ્યારે ઈશ્વરના વચનમાં ત્રિએક્યના મૂળ પાસાને સ્પષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તેને લગતાં કેટલાંક બીજાં પાસાઓ સ્પષ્ટ નથી. પિતા ઈશ્વર છે, પુત્ર ઈશ્વર છે, અને પવિત્ર આત્મા ઈશ્વર છે – પણ તે એક જ ઈશ્વર છે. ત્રિએક્યનો આ બાઈબલ આધારિત સિદ્ધાંત છે. તે ઉપરાંત, કેટલાંક વિષય ચોક્ક્સ સીમા સુધી, વિવાદાત્મક અને બિનજરૂરી છે. ત્રિએક્યને આપણા માનવીય દિમાગથી પૂરી રીતે વિસ્તરણ કરવા કરતાં, આપણે ઈશ્વરની મહાનતા અને અસીમિત ઉચ્ચ સ્વભાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના આપણા પ્રયત્નથી આપણને વધારે ફાયદો થશે. “આહા! દેવની બુધ્ધિની તથા જ્ઞાનની સંપતિ કેવી અગમ્ય છે! તેના ઠરાવો કેવા ગૂઢ, ને તેના માર્ગો કેવા અગમ્યછે! કેમ કે પ્રભુનુ મન કોણે જાણ્યું છે?” (રોમન-11:33-34).

[English]



[ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત]

બાઈબલ ત્રિએક્ય વિશે શું શિક્ષા આપે છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.